વોશિંગ્ટન ડીસીમાં 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી હાજરી આપશે.
મીડિયા રીપોર્ટ મુજબ બિલિયોનેર દંપતી 18 જાન્યુઆરીના રોજ યુએસ કેપિટોલ વોશિંગ્ટન ડીસીમાં આવશે. નીતા અને મુકેશ અંબાણી આ સમારોહની આગલી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે “કેન્ડલલાઇટ ડિનર”માં હાજરી આપશે. વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જેડી અને ઉષા વાંસ પણ તેમને મળશે.મુકેશ અને નીતા અંબાણી ઉપરાંત અબજોપતિ એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટા ચીફ માર્ક ઝકરબર્ગ સહિતના બિઝનેસ લીડર્સ પણ તેમાં હાજરી આપશે. ફ્રેન્ચ અબજોપતિ અને ટેક ઉદ્યોગસાહસિક ઝેવિયર નીલ તેમની પત્ની સાથે હાજર રહેશે.
અંબાણી સોમવારે રિપબ્લિકન મેગા-ડોનર મિરિયમ એડેલસન અને મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગ દ્વારા આયોજિત બ્લેક ટાઈ રિસેપ્શનમાં પણ હાજરી આપશે.











