અમેરિકામાં પ્રમુખ બન્યા પછી તરત ડોનાલ્ડ ટ્રમ્પે 20 ફેબ્રુઆરી 2025થી જન્મજાત આપોઆપ નાગરિકતાના કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે અમેરિકાની ઘણી મેટરનિટી હોસ્પિટલો પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવા માટે ધસારો વધી ગયો છે.

ન્યૂ જર્સીમાં મેટરનિટી ક્લિનિક ચલાવતા ડૉ. એસ ડી રાણાએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ બર્થરાઈટ સિટીઝનશિપના કાયદાને રદ કરવાની જાહેરાત કરી તે પછી તેમની ક્લિનીક પર પ્રેગ્નન્સીનો આઠમો કે નવમો મહિનો ચાલતો હોય તેવી ભારતીય મહિલાઓની પ્રીમેચ્યોર ડિલિવરી માટે લાઈન લાગી છે. તેમના ક્લિનિક પર એક સાત મહિનાની પ્રેગ્નન્ટ ભારતીય મહિલા પણ તેના પતિ સાથે પ્રીમેચ્યોર ડિલીવરી માટે આવી હતી. ટેક્સાસમાં પ્રેક્ટિક કરતા અન્ય એક ડૉક્ટર એસ જી મુક્કલાએ કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં જ 15થી 20 કપલે તેમનો પ્રીમેચ્યોર ડિલિવરી માટે સંપર્ક કર્યો છે.

ટ્રમ્પે ભલે બર્થરાઈટ સિટીઝનશિપનો કાયદો 20 ફેબ્રુઆરીથી રદ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ તેમના માટે તેમ કરવું સહેલું નથી. આ કાયદો રદ કરવા માટે તેમણે બંધારણમાં સુધારો કરવો પડશે અને તેના માટે સંસદની મંજૂરી લેવી પડશે. વળી ટ્રમ્પના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments