સરે યુનિવર્સિટી અનુભવી ટ્રાન્સનેશનલ એજ્યુકેશન ગ્રુપ GUS ગ્લોબલ સર્વિસિસ (GGS) ના સહયોગથી ગુજરાતના GIFT સિટીમાં વિશ્વ કક્ષાનું ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ખોલવા માટે તૈયાર થઇ છે.

સરે યુનિવર્સિટીના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર પ્રોફેસર GQ મેક્સ લુ અને ગ્લોબલ યુનિવર્સિટી સિસ્ટમ્સ (GUS) એશિયા પેસિફિકના સીઈઓ ડૉ. શરદ મહેરાએ ​​ગોવામાં QS ઇન્ડિયા સમિટ ૨૦૨૫ દરમિયાન સહયોગી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

આ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ની મંજૂરી પર આધાર રાખે છે અને પ્રોફેસર લુ અને GGS ના પ્રતિનિધિઓ તા. 31 જાન્યુઆરીએ GIFT સિટીમાં IFSCA સાથે મુલાકાત કરશે અને ચર્ચાઓ આગળ વધારશે.

નવા ઇન્ડિયા કેમ્પસમાં તમામ શિક્ષણ યુનિવર્સિટી ઓફ સરેના સ્ટાફ દ્વારા અપાશે અને તેનું નેતૃત્વ કરવામાં આવશે. ભારતમાં પ્રવેશ, વિદ્યાર્થી રજીસ્ટ્રેશન, કેમ્પસ સ્થાપના અને કામગીરી અંગે વ્યૂહાત્મક સલાહ જેવી આનુષંગિક સેવાઓ GGS દ્વારા પૂરી પાડવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ સરે અને GGS ભારતમાં બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કાઉન્સિલના અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે અને શિક્ષણનો વિસ્તાર કરવા અને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનવાની ભારત સરકારની પ્રાથમિકતાઓ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. યુકે સરકારે બંને દેશો માટે વધુ વિકાસને વેગ આપવા માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રાથમિકતાઓ અને તકોમાં સહયોગ માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments