સાઉદી અરેબિયામાં જિઝાન નજીક માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકોના મોત થયા હતા અને બીજા 11 ઘાયલ થયા હતાં. 26 લોકોને લઈને એક વાન વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રેલર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે X પર જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રના જીઝાન નજીક, માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ અવકાશ પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ.અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે તથા સત્તાવાળાઓ અને પરિવારોના સંપર્કમાં છે. અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ. ઇન્ડિયન મિશનને હેલ્પલાઇનની પણ ચાલુ કરી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે તેઓ અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને દુખી છે. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાતચીત કરી હતી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments