જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી (ANI ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પુનરુચ્ચાર કર્યો હતો કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે “મક્કમ અને નિર્ણાયક” કાર્યવાહી કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

ભારતની મુલાકાતે આવેલા અંગોલાના પ્રેસિડન્ટ જોઆઓ મેન્યુઅલ ગોનકાલ્વેસ લોરેન્કો સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદ માનવતા માટે “સૌથી મોટો ખતરો” છે.અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ મેં પ્રેસિડન્ટ લોરેન્કો અને અંગોલાનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા વડાપ્રધાન મોદીને મળ્યા હતાં અને પહેલગામ હુમલા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. વડા પ્રધાનના નિવાસસ્થાને થયેલી આ મુલાકાત લગભગ 30 મિનિટ ચાલી હતી. હુમલા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.

LEAVE A REPLY