બોલીવૂડમાં સામાન્ય રીતે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીઓ સકારાત્મક ભૂમિકા ભજવતી હોય છે. પરંતુ અહીં કેટલીક એવી અભિનેત્રીઓની વાત રજૂ કરવામાં આવી છે જેમણે સિનેમાના પડદે નકારાત્મક ભૂમિકા ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા હોય. આ અભિનેત્રીઓમાં ઐશ્વર્યા રાય બચ્ચનથી લઇને કંગના રનૌત જેવી યુવા મહિલા કલાકારોનો સમાવેશ થાય છે.
કાજોલ
1997ની રીલીઝ થયેલી ગુપ્ત ફિલ્મમાં કાજોલે નકરાત્મક ભૂમિકા ભજવીને દર્શકોને ચોંકાવ્યા હતા. તેણે આ ફિલ્મમાં બોબી દેઓલ સાથે ઇશા દીવાનની યાદગાર ભૂમિકા ભજવી હતી.
પ્રિયંકા ચોપરા
2004માં આવેલી ફિલ્મ એતરાઝમાં પ્રિયંકા ચોપરાએ સોનિયાની ભૂમિકા ભજવી હતી, જે તેની કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકા બોલ્ડ, બેબાક અને મહત્વકાંક્ષી મહિલાની હતી. તેમાં તેની સાથે અક્ષયકુમાર, કરીના કપૂર અને અમરીશ પુરીએ પણ કામ કર્યું હતું. પ્રિયંકાએ સાત ખૂન માફમાં પણ નકારાત્મક ભૂમિકા ભજવી હતી.
સુપ્રીયા પાઠક
મૂળ ગુજરાતી અભિનેત્રી સુપ્રીયા પાઠકે સંજય લીલા ભણશાળીની જાણીતી ફિલ્મ રાસ-લીલામાં ભજવેલી ધનકોરની ભૂમિકાને આજે પણ દર્શકો યાદ કરે છે. આ ફિલ્મમાં તે એક ભયંકર કુલમાતાના રોલમાં જોવા મળી હતી.
કંગના રનૌત
યુવા અભિનેત્રી કંગના રનૌતે 2013માં રીલીઝ થયેલી ક્રિશ ૩માં કાયા નામની ખલનાયિકાનો રોલ અદભુત રીતે ભજવ્યો હતો. આ ફિલ્મ તેની સફળ કારકિર્દી માટે મહત્ત્વની હતી.
તબ્બૂ
અનેક યાદગાર ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનારી તબ્બૂએ 2018ની ફિલ્મ અંધાધૂનમાં સિમી સિન્હાનો નેગેટીવ રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત તેણે ફિલ્મ મકબૂલ અને હૈદરમાં પણ આ પ્રકારની જ ભૂમિકા ભજવી હતી.
તાપસી પન્નુ
યુવા અભિનેત્રી તાપસીએ 2019ની બદલા ફિલ્મમાં નૈના સૈઠીની નકારાત્મક ભૂમિકા ભજવી હતી. આ રહસ્યમય ફિલ્મમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થઇ હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચને 2004માં અજય દેવગણ-અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ખાખીમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી. જે પોતાના પ્રેમીને બચાવવા માટે અક્ષયકુમાર સાથે પ્રેમનું ખોટું નાટક કરતી હોય છે. જ્યારે ફિલ્મમાં તેનું રહસ્ય ખુલે છે ત્યારે દર્શકોને પણ આશ્ચર્ય થાય છે.
વિદ્યા બાલન
વિદ્યા બાલને 2010ની ફિલ્મ ઇશ્કિયામાં કૃષ્ણા વર્માની નેગેટિવ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં નસીરુદ્દિન શાહ અને અરશદ વારસી પણ મહત્ત્વના રોલમાં છે.
કરીના કપૂર
કરીના કપૂરે તેની કારકિર્દીમાં પ્રથમવાર 2004ની ફિલ્મ ફિદામાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેણે એક વ્યક્તિને તેની પ્રેમિકાની ભૂલની સજા અપાવી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર અને ફરદિન ખાન પણ હતા. આ ઉપરાંત કરીનાએ એજન્ટ વિનોદમાં નેગેટિવ રોલ ભજવ્યો હતો.
કેટરિના કૈફ
યુવા અભિનેત્રી કેટરિના કૈફે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ રેસમાં નેગેટિવ ભૂમિકા ભજવીને બોલીવૂડ અને દર્શકોમાં ચર્ચા જગાવી હતી.
બિપાશા બાસુ
એક સમયની હોટ અભિનેત્રી અને જોન અબ્રાહમની ભૂતપૂર્વ પ્રેમિકા બિરાશા બાસુએ ફિલ્મ જિસ્મમાં નેગેટિવ રોલ ભજવીને સહુને ચોંકાવ્યા હતા, તેની આ ફિલ્મની ખૂબ જ ચર્ચા થઇ હતી.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ પણ 2003માં રીલીઝ થયેલી ફિલ્મ અરમાનમાં એક ઘમંડી મહિલાની નકારાત્મક ભૂમિકા ભજવી હતી.
કોંકણા સેન શર્મા
કોંકણા સેન શર્માએ 2013માં રીલીઝ થયેલી હોરર-થ્રિલર ફિલ્મ એક થી ડાયનમાં નકારાત્મક રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, હુમા કુરેશી અને કલ્કી કોચલીન પણ હતા.
સિમી ગરેવાલ
જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઇની 1980માં રીલીઝ થયેલી રોમેન્ટિક-થ્રિલર ફિલ્મ કર્ઝમાં સિમી ગરેવાલે નેગેટિવ રોલ કર્યો હતો, જે પતિની પ્રોપર્ટી મેળવવા માટે તેની હત્યા કરે છે. આ ફિલ્મમાં રિશી કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
