પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયાની સુરક્ષા મંજૂરીને ભારત સરકારે ગુરુવારે રદ કરી હતી. એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી કરતી આ કંપની છેલ્લાં 15 વર્ષથી ભારતના એવિયેશન સેક્ટરમાં કાર્યરત હતી. હાલમાં ભારતમાં બાયકોટ તુર્કી અભિયાન ચાલી રહ્યું છે અને લોકો તુર્કીમાં પ્રવાસ કરવાનું કે તુર્કી સાથે બિઝનેસ કરવાનું બંધ કરી રહ્યાં છે.

સુરક્ષા કારણોસર નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સુરક્ષા શાખા બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટી (BCAS)એ ગુરુવારે આ મોટો નિર્ણય કર્યો હતો. BCASના આદેશમાં જણાવાયું છે કે 21 નવેમ્બર 2022એ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી કેટેગરી હેઠળ સેલેબી એરપોર્ટને સુરક્ષા મંજૂરી અપાઈ હતી. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ મંજૂરી તાકીદની અસરથી રદ કરવામાં આવે છે.

સેલેબી એરપોર્ટ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન, કન્નુર, ચેન્નાઈ અને ગોવામાં MOPA એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી તરીકે કામ કરે છે. તે ભારતમાં બીજી બે કંપનીઓ પર ધરાવે છે. આ ગ્રુપ ત્રણ કંપનીઓ મારફત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ, અમદાવાદ, ગોવા, કોચિન અને કન્નુર એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરી પણ સંભાળે છે. સેલેબી વિદેશી એરલાઇન્સ અને કાર્ગો ઓપરેટરોને પણ સેવાઓ પૂરી પાડે છે.

LEAVE A REPLY