ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહેસાણા જિલ્લામાં નવી નર્સિંગ કોલેજ સહિત રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યાં હતાં. તેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) હેઠળના વાવોલ અને પેથાપુર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સેક્ટર 21 અને 22ને જોડતા અંડર-પાસનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી રવિવારે સાણંદમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે ‘તિરંગા યાત્રા’માં ભાગ લીધો હતો. ત્રિરંગો હાથમાં લઇને તેઓ નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર મહારાણા પ્રતાપ ચોક સુધી ચાલીને ગયા હતાં, જ્યાં તેમણે ૧૬મી સદીના સુપ્રસિદ્ધ યોદ્ધાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધીનગર સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અમિત શાહ જીએમસી અને પોસ્ટ વિભાગના નવા વિકસિત
તળાવ અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને કોલાવડા ગામમાં લોકોને સંબોધિત કર્યાં હતાં.
રવિવારે અમિત શાહ સવારે 10:30 વાગ્યે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરી તેમણે મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં નવનિર્મિત નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે જ સ્થળે એક સભાને સંબોધિત કરી હતી. આ ઉપરાંત મહેસાણાના સાદરા ગામમાં બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
