REUTERS/Tom Brenner

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ  જો બાઇડનને પ્રોસ્ટેટના ગંભીર કેન્સરનું નિદાન થયું છે, જે તેમના હાડકાં સુધી ફેલાઈ ગયું છે. ડેમોક્રેટિક નેતાને પેશાબના લક્ષણોનો અનુભવ થયા પછી અને પ્રોસ્ટેટ નોડ્યુલ મળી આવ્યા પછી આ રોગ હોવાનું નિદાન થયું હતું. હવે બાઇડન પરિવાર સંભવિત સારવાર યોજનાઓ માટે વિકલ્પોની સમીક્ષા કરી રહ્યો છે, એમ ડેમોક્રેટ ઓફિસે રવિવારે જાહેરાત કરી હતી.

નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગંભીર પ્રકારનું કેન્સર છે, પરંતુ તે હોર્મેન સંવેદનશીલ છે, જેથી અસરકારક સારવાર શક્ય છે. 82 વર્ષના બાઇડનના પુત્રનું પણ 2015માં કેન્સરથી મોત થયું હતું.

જો બાઇડનને કટ્ટર પ્રતિસ્પર્ધી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે જીલ અને પરિવારને અમારી હાર્દિક અને શુભકામનાઓ પાઠવીએ છીએ, અને અમે જોના ઝડપી અને સફળ સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.જો એક ફાઇટર છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બાઇડનને ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

 

LEAVE A REPLY