બોલીવૂડના યુવા કલાકારોમાં અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે પોતાનું સ્થાન જમાવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં તેમણે પસંદ કરેલી ફિલ્મો તથા અન્ય પ્રોજેક્ટ્સના કારણે ઈન્ડસ્ટ્રીમાં તેમનું સ્થાન મજબૂત બની રહ્યું છે. સફળ ફિલ્મો અને વિશાળ ચાહક વર્ગના તે બંનેને ઇન્ટરનેશનલ ક્ષેત્રે જાણીતી ફોર્બ્સ મેગેઝીનની ‘ફોર્બ્સ 30 અંડર 30 એશિયા’ યાદીમાં સ્થાન મળ્યું છે.

ફોર્બ્સની યાદીમાં અનન્યાના પરિચયમાં કહેવાયું હતું કે, વર્ષ 2019માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી તેણે બોલીવૂડમાં પદાર્પણ કર્યુ હતું. ‘CTRL’ સહિત 11 ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. રોમેન્ટિક કોમેડી અને થ્રિલર સહિત વિવિધ જોનરમાં તેમણે કામ કર્યું છે. એપ્રિલમાં અનન્યાને જાણીતી લક્ઝરી બ્રાન્ડ ‘ચેનલ’ની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરાઈ હતી. પીઢ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાસે ઈન્સ્ટાગ્રામ પર 26 મિલિયન ફોલોઅર્સ છે.

અનન્યાએ તાજેતરમાં લેકમે કોમો દરમિયાન ‘ચેનલ’ના ક્રુઝ 2025-26 શોમાં ભાગ લીધો હતો. અનન્યા છેલ્લે અક્ષયકુમાર સાથે બાયોગ્રાફિકલ ડ્રામા ‘કેસરી 2’માં જોવા મળી હતી. આવનારા સમયમાં તેની ‘કોલ મી બે 2’ અને ‘ચાંદ મેરા દિલ’ ફિલ્મ રિલીઝ થવાની છે. અનન્યા અને ઈશાને અગાઉ 2020માં ‘ખાલી પીલી’માં સાથે કામ કર્યુ હતું. ઈશાન ખટ્ટરની ‘ધ રોયલ્સ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ઈશાન અંગે ફોર્બ્સમાં જણાવાયું હતું કે ઈશાન ખટ્ટર બોલીવૂડ અને હોલીવૂડમાં એ-લિસ્ટર સ્ટાર બનવાની તૈયારીમાં છે. 2018માં તેની પ્રથમ ઈન્ડિયન-હિન્દી ડ્રામા ફિલ્મ ‘બીયોન્ડ ધ ક્લાઉડ્સ’ હતી. આ ફિલ્મે 2019માં ઈશાનને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હતો. ઈન્ટરનેશનલ ફિલ્મ એકેડમી દ્વારા પણ પણ બેસ્ટ મેલ એક્ટર ડેબ્યુ એવોર્ડ તેને મળ્યો હતો. 2020માં નેટફ્લિક્સ પર ઈશાનની ‘એ સુટેબલ બોય’ રિલીઝ થઈ હતી. ગત વર્ષે નિકોલ કિડમેન સાથે ‘ધ પરફેક્ટ કપલ’માં ઈશાને કામ કર્યુ હતું. ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહેલા ‘ધ રોયલ’માં ઈશાનના ખૂબ વખાણ થયા છે. ઈશાનની ‘હોમબાઉન્ડ’નો કાન ફિલ્મ ફેસ્ટિલવમાં પ્રીમિયર યોજાયો હતો.

LEAVE A REPLY