(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થનારી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતમાં રૂ.૭૭,૪૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.

મોદી સોમવારે દાહોદથી એલ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ ભુજ જશે અને રૂ.૫૩,૪૦૦ કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. તેઓ બંને સ્થળોએ સભાઓને સંબોધિત કરશે.દાહોદ પ્લાન્ટમાં સ્થાનિક હેતુઓ માટે અને નિકાસ માટે 9,000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સનું ઉત્પાદન થશે. આ લોકોમોટિવ્સ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ્સથી સજ્જ હશે, અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.

મંગળવારે મોદી ગુજરાત શહેરી વિકાસ ગાથાની 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે.

મોદી વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી ગેજ રૂપાંતરિત કટોસણ-કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને તેના પર એક માલગાડીને લીલી ઝંડી આપશે.

ભુજમાં, જે પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે તેમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ પાવર માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ અને તાપી ખાતે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ એ મુખ્યપ્રધાન તરીકે મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો.તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

 

LEAVE A REPLY