(ANI Photo)

ભારતમાં ચોમાસાની વહેલી શરૂઆત પછી તે અટકી ગયું હતું અને હવે 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા છે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના પુણે કાર્યાલયના વૈજ્ઞાનિક એસ. ડી. સનપે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો થશે, પરંતુ ૧૧-૧૨ જૂનથી ચોમાસુ મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે.

કેરળમાં ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી અને તેને તેના સામાન્ય સમયપત્રક કરતાં ઝડપથી દક્ષિણ, ઉત્તરપૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને આવરી લીધા હતા, પરંતુ ચોમાસાની પ્રગતિ પર નજર રાખતા IMD ચાર્ટ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે.

હવામાન વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧ જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક વેધર સિસ્ટમ વિકસિત થવાની સંભાવના છે જે ચોમાસાને મજબૂત બનાવશે અને દેશના ઉત્તરીય ભાગોમાં તેની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે.

LEAVE A REPLY