(ANI Photo)

ઓસ્ટ્રેલિયાના ધુઆંધાર ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં નિવૃત્તિ જાહેર કર્યા પછી વિશ્વના સૌથી આક્રમક બેટિંગ માટે જાણીતા સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેને પણ અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની સોમવારે જાહેરાત કરી હતી. હેનરિક ક્લાસેન પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માગતો હોવાથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.

૩૩ વર્ષીય ક્લાસેને ગયા વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તેણે ૪ ટેસ્ટ, ૬૦ વનડે અને ૫૮ ટી૨૦ મેચોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યા બાદ સફેદ બોલના ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતી. ક્લાસેન હવે માત્ર ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં જ રમતો જોવા મળશે. હાલ ક્લાસેન આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમતો જોવા મળ્યો હતો.

36 વર્ષીય મેક્સવેલ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ઉપલબ્ધ રહેશે અને આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે.

LEAVE A REPLY