યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ 5 જૂને વ્યાજદરમાં ગયા જૂન પછીથી સતત આઠમો ઘટાડો કર્યો હતો. યુરોપની સેન્ટ્રલ બેન્કે તેના ડિપોઝિટ રેટને 2.25 ટકાથી ઘટાડીને 2 ટકા કર્યો હતા. આ વ્યાજ 2023ના પ્રારંભ પછી સૌથી નીચા છે. 2023માં વ્યાજદર 4 ટકા જેટલા ઊંચા હતાં.
ફુગાવાના દબાણમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં ઘટાડાનો તબક્કાના અંત નજીક આવી ગયો હોવાનો પણ સંકેત આપ્યો હતો. ઇસીબીના નિર્ણયની સાથે અમેરિકા સાથે યુરોપના વ્યાજદરના તફાવતમાં પણ મોટો વધારો થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે વ્યાજદરમાં ઘટાડો ન કરવા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ રિઝર્વની આકરી ટીકા કરી રહ્યાં છે. ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં કોઇ ઘટાડો કર્યો નથી.
ફુગાવો હવે 2%થી થોડો નીચે છે ત્યારે ECB પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે જણાવ્યું હતું કે 20 દેશોના યુરોપની આ સેન્ટ્રલ બેન્ક હવે સારી સ્થિતિમાં છે.
