ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સે ભારતમાં રાફેલ ફાઇટર જેટના ફ્યુઝલેજ( વિમાનની બોડી)ના ઉત્પાદન માટે એક સમજૂતીની ગુરુવારે જાહેરાત કરી હતી.
આ ભાગીદારી હેઠળ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ હૈદરાબાદમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપશે જે લડાયક જેટના મુખ્ય ઘટકનું ઉત્પાદન કરશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સે (TASL)એ જણાવ્યું હતું કે, પ્રથમ ફ્યુઝલેજ સેક્શનનું ઉત્પાદન 2028માં ચાલુ થવાની ધારણા છે. આ પ્લાન્ટમાં દર મહિને બે ફ્યુઝલેજનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતા.
TASLએ જણાવ્યું હતું કે તેને ભારતમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ફ્યુઝલેજનું ઉત્પાદન કરવા માટે દસોલ્ટ એવિએશન સાથે ચાર ઉત્પાદન ટ્રાન્સફર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જે દેશની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે.
દસોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે “પ્રથમ વખત, રાફેલ ફ્યુઝલેજનું ઉત્પાદન ફ્રાન્સની બહાર કરવામાં આવશે. ભારતમાં સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે આ એક નિર્ણાયક પગલું છે.
