અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને “ભયાનક અને દિલ દહેલાવનારી” ગણાવતાં તેને વિમાનના ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહી હતી છે. તેમણે ભારતમાં દુર્ઘટનાગ્રસ્તો માટે જરૂરી સહાય કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ સંકટને પાર કરવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જે મદદની જરૂર પડશે, તે માટે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે. આ વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક હતી. મેં પહેલેથી જ તેમને જણાવી દીધું છે કે અમે શક્ય હોય તેવી બધી મદદ માટે તૈયાર છીએ. ભારત એક મોટો અને શક્તિશાળી દેશ છે, મને ખાતરી છે કે તેઓ આ પરિસ્થિતિને સંભાળી લેશે, આ દુર્ઘટનામાં મોટાભાગના લોકોનાં મોત થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું આ દુર્ઘટના ખરેખર દુઃખદ છે. વિમાન ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહેવાય.
