સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના કારણે જનજીવન ખોરવાયું છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી જેઠ મહિનાની ગરમીને લીધે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન શુક્રવારે ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો છે. શુક્રવારે રાજસ્થાનમાં તાપમાનનો પારો 49.4 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો. જે આ મોસમનું સૌથી ઊંચું તાપમાન છે. હવામાન વિભાગ મુજબ શુક્રવારે રાજસ્થાનના ગંગાનગરમાં તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એક રેકોર્ડ છે. ઉચ્ચતમ તાપમાન સામાન્ય કરતા 7.9 ડિગ્રી વધુ 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ગંગાનગરમાં 14 જૂન 1934ના રોજ ઉચ્ચતમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

LEAVE A REPLY