કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના ઉત્પાદન માટે SEZ સ્થાપવા માટે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા અને હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર(Aequs ગ્રુપ)ની દરખાસ્તોને સોમવાર, 9 જૂને મંજૂરી આપી હતી.
માઈક્રોન ગુજરાતના સાણંદમાં 37.64 હેક્ટર વિસ્તારમાં 13,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે તેની SEZ સુવિધા સ્થાપિત કરશે, જ્યારે Aequs કર્ણાટકના ધારવાડમાં 11.55 હેક્ટર વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટનું ઉત્પાદન કરવા માટે 100 કરોડ રૂપિયાના રોકાણ સાથે તેનો SEZ સ્થાપિત કરશે.

LEAVE A REPLY