કેનેડાના ઓન્ટારિયોમાં કોકેઈનની દાણચોરી અને હથિયાર રાખવાના આરોપમાં સાત ભારતીયો સહિત નવ લોકોની ધરપકડ કરાઈ હતી. ‘પેલિકન’ પ્રોજેક્ટ હેઠળ એક વર્ષ લાંબી તપાસ બાદ પોલીસે કાર્યવાહી કરીને 50 મિલિયન કેનેડિયન ડોલર (આશરે રૂ.299.3 કરોડ)ની કિંમતની 479 કિલો કોકેઈનનો જપ્તો કર્યો હતો.
પીલ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર યુએસથી ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં કોકેઈનની દાણચોરી કરવાનો પ્રયાસ દરમિયાન પોલીસે નવ આરોપીની ધરપકડ કરી હતી. આ ડ્રગ રેકેટનો આ પર્દાફાશ વિભાગના ઇતિહાસમાં સૌથી મોટો હતો.તપાસમાં જાણવા મળ્યું કે નેટવર્કે ડ્રગ્સના પરિવહન માટે અમેરિકા અને કેનેડા વચ્ચેના કોમર્સિયલ ટ્રકિંગ રૂટનો ઉપયોગ કર્યો હતો. આરોપીના મેક્સીકન કાર્ટેલ અને યુએસ સ્થિત વિતરકો સાથે કનેક્શન છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં 27 વર્ષીય મિસિસૌગા નિવાસી હાઓ ટોમી હુઈન, 39 વર્ષીય હેમિલ્ટન નિવાસી ફિલિપ ટેપ, 31 વર્ષીય ટોરોન્ટો નિવાસી સજગીથ યોગેન્દ્રરાજાહ, 44 વર્ષીય બ્રેમ્પટન નિવાસી મનપ્રીત સિંહ, 29 વર્ષીય બ્રેમ્પટન નિવાસી અરવિંદર પોવાર, 36 વર્ષીય કેલેડોન નિવાસી કરમજીત સિંહ, 36 વર્ષીય કેલેડોન નિવાસી ગુરતેજ સિંહ, 27 વર્ષીય કેમ્બ્રિજ નિવાસી સરતાજ સિંહ અને 31 વર્ષીય જ્યોર્જટાઉન નિવાસી શિવ ઓંકાર સિંહનો સમાવેશ થાય છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપીઓને બ્રેમ્પટનમાં ઓન્ટારિયો કોર્ટ ઓફ જસ્ટિસમાં જામીન સુનાવણી માટે રાખવામાં આવ્યા હતા.અમેરિકાના દબાણ વચ્ચે કેનેડિયન સત્તાવાળાઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર નેટવર્ક્સ પર કાર્યવાહી કરી હતી
