અમેરિકાની જાણીતી પિત્ઝા ચેઇન લિટલ સીઝર્સ ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે સજ્જ બની છે. કંપની દિલ્હી એનસીઆરમાં તેનું પહેલું આઉટલેટ શરૂ કરશે. કંપનીનું વૈશ્વિક બજારમાં આ 30મું વિસ્તરણ છે.
ભારતમાં બિઝનેસનું સંચાલન ફ્રેન્ચાઇઝ પાર્ટનર હાર્નેસિંગ હાર્વેસ્ટ કરશે. હાર્નેસિંગ હાર્વેસ્ટ વિશાળ અનુભવ ધરાવતી ભારતની ફૂડ અને હોસ્પિટાલિટી કંપની છે. આ ગ્રુપ લિટલ સીઝર્સના ફાસ્ટ-સર્વિસ મોડેલ અને મેનુને સ્થાનિક પસંદગીઓને અનુરૂપ બનાવશે. મેનુમાં બ્રાન્ડના લોકપ્રિય “હોટ-એન-રેડી” પિત્ઝા હતાં. તેમાં ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરેલા વિકલ્પો પણ ઓફર કરશે.
ભારતીય શહેરોમાં આંતરરાષ્ટ્રીય ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સની માગમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કંપનીએ ભારતના બજારમાં પ્રવેશ કર્યો છે.
૧૯૫૯માં ડેટ્રોઇટમાં સ્થપાયેલ લિટલ સીઝર્સ વિશ્વની ત્રીજી સૌથી મોટી પિત્ઝા ચેઇન છે, જે યુ.એસ.ના તમામ ૫૦ રાજ્યો અને અનેક આંતરરાષ્ટ્રીય બજારોમાં કાર્યરત છે.
