(ANI Photo)

કમલ હાસન અભિનીત ફિલ્મ ‘ઠગ લાઈફ’ના રિલીઝમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો કર્ણાટક સરકાર આદેશ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ફિલ્મ, સ્ટેન્ડ-અપ કોમેડી કે કવિતા પઠનને ફક્ત એટલા માટે રોકી શકાય નહીં, કારણ કે તે કોઈની લાગણીને ઠેસ પહોંચે છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે ફિલ્મને રીલીઝ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ભારતમાં લાગણીઓને ઠેસ પહોંચવાના મુદ્દાનો કોઈ અંત નથી. જો કોઈ સ્ટેન્ડ-અપ કોમેડિયન કંઈક કહે છે, તો લાગણીઓને ઠેસ પહોંચે છે અને તોડફોડ અને વિરોધ થાય છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? શું તેનો અર્થ એ છે કે વિરોધને કારણે કોઈ ફિલ્મ, સ્ટેન્ડ-અપ કોમેડી કે કવિતા પઠન બંધ કરવું જોઈએ? સર્વોચ્ચ અદાલતના આકરા વલણ પછી કર્ણાટક સરકાર ફિલ્મ પ્રદર્શિત કરતા સિનેમા થિયેટરોને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

આ સમગ્ર મામલો કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે, તેવી ટિપ્પણી કમલ હાસનની ટીપ્પણી સાથે જોડાયેલો છે. આવી ટીપ્પણી બદલ કમલ હાસનની માફીની માગણી કરાઈ હતી અને કર્ણાટકમાં ફિલ્મને અટકાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY