(istockphoto)

અમેરિકાના ઉટાહ રાજ્યના સ્પેનિશ ફોર્ડમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર હુમલો કરાયો હતો. હુમલાખોરોએ મંદિરને ટાર્ગેટ કરીને છેલ્લાં કેટલાંક દિવસોમાં 20થી 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેનાથી મંદિરને નુકસાન થયું છે. જોકે કોઇ જાનહાનિનના અહેવાલ મળ્યાં ન હતાં, એમ ઇસ્કોનને 30 જૂને એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇસ્કોને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં, મંદિરની ઇમારત અને આસપાસની મિલકત પર 20-30 ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના કારણે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત નોંધપાત્ર માળખાકીય નુકસાન થયું હતું.

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે આ હુમલાની આકરી નિંદા કરીને ઝડપથી કાર્યવાહી કરવા અમેરિકાના સત્તાવાળાને અનુરોધ કર્યો હતો.

કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે યુટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારો સામે  તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.

વાર્ષિક હોળી ઉત્સવ માટે વિશ્વભરમાં પ્રખ્યાત આ મંદિર પર છેલ્લા ઘણા દિવસોમાં વારંવાર હુમલો થયો છે. મંદિરની ઇમારત અને આસપાસના મેદાનો પર 20 થી 30 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી છે.

ઇસ્કોને આ ઘટનાઓને નફરતના ગુનાઓ તરીકે વર્ણવી હતી. ભક્તો અને મહેમાનો મંદર પરિસરમાં હતાં ત્યારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી આ ઘટનાઓને કારણે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલરનું માળખાકીય નુકસાન થયું છે.

15 એકરના પહાડી કેમ્પસ પર સ્થિત આ મંદિર બે દાયકાથી સમુદાયના આશ્રય સ્થાન જેવું છે. 1990ના દાયકાની શરૂઆતમાં બનેલા આ મંદિરમાં પૂજા સ્થળની સાથે મોર અને ગાયો છે.

LEAVE A REPLY