રાજસ્થાનના ચુરુ નજીક બુધવારે જગુઆર ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલટના મોત થયા હતાં. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી તપાસ ચાલુ કરાઈ હતી.
એરફોર્સે જણાવ્યું હતું કે જગુઆર ટ્રેનર વિમાન નિયમિત તાલીમ મિશન દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું અને આજે રાજસ્થાનના ચુરુ નજીક ક્રેશ થયું થયું હતું. આ અકસ્માતમાં બંને પાઇલટને જીવલેણ ઇજાઓ થઈ હતી. કોઈપણ નાગરિક સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.
વિમાન બપોરે ૧.૨૫ વાગ્યે ભાનોડા ગામમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. ક્રેશ સ્થળ નજીક માનવ શરીરના ભાગો મળી આવ્યા હતા.રાજલદેસર અને રતનગઢની પોલીસ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કર્યો હતો.
આવા મહત્વના સમાચાર માટે મહત્વના સમાચાર મેળવવા માટે અમારી સાઇટની મુલાકાત લો :
Ask ChatGPT
