જૂનિયર હોકી વર્લ્ડ કપ
(Photo by Alex Livesey/Getty Images)

પાકિસ્તાનની હૉકી ટીમને આગામી ઓગસ્ટમાં ભારતમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા માટે ભારત સરકારની મંજુરી મળશે. ભારતના રમતગમત મંત્રાલયના એક સૂત્રે ગયા સપ્તાહે આ માહિતી આપી હતી. સરકારે પાકિસ્તાનની હૉકી ટીમને એશિયા કપ અને જૂનિયર હૉકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવા મંજૂરી આપી છે.

ખેલ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમને ભારતમાં રમતા અટકાવવા માગતી નથી. દ્વિપક્ષી મુકાબલાનો મામલો જો કે, અલગ છે. એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.

પહલગામ ત્રાસવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. તેના લીધે ભારતમાં યોજાનારા એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ લેશે કે કેમ તે મુદ્દે મૂંઝવણ હતી. જો કે, કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી હવે મૂંઝવણ દૂર થઈ છે. એશિયા કપ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બરમાં રમાનારી જૂનિયર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાનને ભાગ લેવા મંજૂરી આપી છે.

આવા મહત્વના સમાચાર માટે  મહત્વના સમાચાર મેળવવા માટે અમારી સાઇટની મુલાકાત લો :સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી જુનિયર મહિલા વર્લ્ડ કપ હોકીની સેમિ ફાઈનલમાં ભારતનો નેધરલેન્ડ્ઝ સામે 0-3થી પરાજય થયો હતો.

LEAVE A REPLY