અદાણી ગ્રુપે AWL એગ્રી બિઝનેસ (અગાઉનું નામ અદાણી વિલ્મર)માં 20 ટકા હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલ, સિંગાપોરને રૂ. 7,150 કરોડમાં વેચી દીધો છે, એમ ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું હતું.
અદાણીએ ડિસેમ્બરમાં તેના મુખ્ય ઇન્ફાસ્ટ્રક્ચર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અદાણી વિલ્મરમાં તેના સમગ્ર 44 ટકા હિસ્સાના વેચાણની જાહેરાત કરી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ (AEL)ની પેટાકંપની અદાણી કોમોડિટીઝ અને વિલ્મર ઇન્ટરનેશનલ, સિંગાપોરની પેટાકંપની લેન્સ પ્રાઇવેટ વચ્ચે કરાર થયો હતો. તેમણે એકબીજાને AWL (અદાણી વિલ્મર)માં AEL/ACLના શેર ખરીદવા અથવા વેચવાનો વિકલ્પ આપ્યો હતો. બંને કુલ મળીને કંપનીમાં લગભગ 88 ટકા હિસ્સો (દરેક 44 ટકા) ધરાવતા હતા.
અદાણી ગ્રુપે AWL એગ્રી બિઝનેસમાં 20 ટકા હિસ્સો સિંગાપોર સ્થિત વિલ્મર ઇન્ટરનેશનલને શેરદીઠ રૂ. 275ના ભાવે કુલ રૂ.7,150 કરોડના સોદામાં વેચ્યો છે. આ હિસ્સાનું વેચાણ અદાણી ગ્રુપની FMCG બિઝનેસમાંથી બહાર નીકળવાની યોજનાનો એક ભાગ છે. આ ટ્રાન્ઝેક્શન પછી વિલ્મર ઇન્ટરનેશનલ 64 ટકા હોલ્ડિંગ સાથે AWL એગ્રીમાં બહુમતી શેરહોલ્ડર બની છે.
