રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે વડોદરા-આણંદના પ્રવાસે ગયા હતા. સવારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચીને મોટર માર્ગે આણંદ જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાતમાં કોગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને તાલીમ આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવા નિયુક્ત કરેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને 28 જુલાઈ સુધી એમ ત્રણ દિવસ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ અપાશે. કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં વિઝન 2027ના રોડમેપ પર કાર્ય કરી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે. આણંદના નિજાનંદ રીસોર્ટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ચાર કલાક હાજરી આપી હતી. રાહુલ ગાંધી સાથે આ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાથે કોંગ્રેસના તમામ નવા જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસના હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY