(ANI Video Grab)

ભારતમાં 1 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી 29 જુલાઈ સુધીમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન દેશમાં ૪૧૮.૯ મીમીના સામાન્ય વરસાદની સામે ૪૪૭.૮ મીમી (17.62 ઇંચ) વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ૪૬૩.૨ મીમી વરસાદ પડ્યો હતો, જે ૩૫ ટકા વધુ છે.

ભારતીય હવમાન વિભાગ (IMD)ના આંકડા મુજબ રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં મોટા પ્રમાણમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનમાં સામાન્ય ૨૦૦.૪ મીમી વરસાદની સામે ૩૮૪.૭ મીમી વરસાદ નોંધાયો હતો, જે ૯૨ ટકા વધુ વરસાદ દર્શાવે છે.તેવી જ રીતે, લદ્દાખ, જ્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડે છે, ત્યાં ૩૦ મીમી વરસાદ નોંધાયો હતો જે સામાન્ય કરતાં ૧૮૧ ટકા વધુ હતો.

આ ઉપરાંત સામાન્ય કરતા 20થી 59 ટકા વધુ પડ્યો હતો તેવા રાજ્યોમાં મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે.મધ્યપ્રદેશમાં ૪૧૮.૪ મીમીની સામે ૬૪૫.૮ મીમી વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં ૫૪ ટકા વધુ છે.

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં 28 જુલાઈ સુધીમાં સરેરાશ 61 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 540.78 મિલીમીટર (21 ઇંચ) વરસાદ પડ્યો છે, જે તેના વાર્ષિક સરેરાશ વરસાદના 61.32 ટકા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 62 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના 206 ડેમ અને જળાશયોમાંથી 51 ડેમ હાઇ એલર્ટ પર છે, જેમાં 29 જેમ છલકાઈ ગયા છે અન્ય 63 ડેમ તેમની સંપૂર્ણ ક્ષમતાના 70-100 ટકા ભરાઈ ગયા હતા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની 12 ટીમો અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની 20 ટીમો વિવિધ જિલ્લાઓમાં જરૂર પડ્યે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે તૈનાત કરવામાં આવી હતી, એમ તેમાં જણાવાયું છે.

LEAVE A REPLY