જાડેજા
(Photo by Gareth Copley/Getty Images)

રવિવારનો દિવસ માન્ચેસ્ટર ટેસ્ટમાં શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા માટે રેકોર્ડનો દિવસ હતો. ગિલ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન કરનારો અને સુકાની તરીકેની પ્રથમ સીરીઝમાં ચાર સદી કરનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો. સુકાની તરીકેની ડેબ્યુ સીરીઝમાં ચાર સદી તો વર્લ્ડ રેકોર્ડ છે.

એ ઉપરાંત, ગિલે કેપ્ટન તરીકે ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ સદીમાં સુનિલ ગાવસ્કર અને સર ડોન બ્રેડમેનની બરાબરી કરી. રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડમાં છઠ્ઠા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે બે ટેસ્ટ સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

શુભમન ગિલ કેપ્ટન તરીકે ટેસ્ટ સીરીઝમાં 700થી વધુ રન કરનારો નવમો બેટ્સમેન બન્યો. તેના પહેલા સર ડોન બ્રેડમેન (બે વાર), સર ગારફિલ્ડ સોબર્સ, ગ્રેગ ચેપલ, સુનીલ ગાવસ્કર, ડેવિડ ગોવર, ગ્રેહામ ગુચ અને ગ્રીમ સ્મિથે આ સિદ્ધિ મેળવી છે.

રવિન્દ્ર જાડેજાએ આ સીરીઝમાં અત્યાર સુધીમાં 5 વખત 50 કે તેથી વધુ રન કર્યા છે.

વોશિંગ્ટન સુંદર માટે તેની ટેસ્ટ કરિયરની પહેલી સદી હતી. આ ટેસ્ટ સીરીઝમાં ભારત તરફથી આ 11મી સદી નોંધાઈ છે. આ પહેલા ભારતે 1978/79માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણેની સીરીઝમાં 11 સદી નોંધાવી હતી.
ટેસ્ટ સીરીઝમાં આ પહેલી વાર છે ચાર ભારતીય બેટ્સમેનોએ 400થી વધુ રન કર્યા છે.

ગિલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન કરવાનો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં અત્યાર સુધીમાં 4 મેચની 8 ઇનિંગ્સમાં 722 રન કર્યા છે, જેમાં બેસ્ટ સ્કોર 269 સાથે આ સીરીઝમાં ચાર સદી કરી છે.

શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સીરીઝમાં 4 સદી કરનારનો વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો. તેની પહેલા પાંચ ખેલાડીઓ – વોરવિક આર્મસ્ટ્રોંગ, ડોન બ્રેડમેન, ગ્રેગ ચેપલ, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથે કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સીરીઝમાં 3-3 સદી કરી હતી.

તો રવીન્દ્ર જાડેજાએ વિદેશમાં 1000 રન અને 30 વિકેટ લઈ ભારત માટે એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેણે ઈંગ્લેન્ડમાં 1000 રન ઉપરાંત 34 વિકેટ પણ લીધી છે. આ અગાઉ ઈંગ્લેન્ડના બિલ ફોર્ડ રોડ્સ અને વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સના નામે આવી સિદ્ધિ છે.

LEAVE A REPLY