મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા હતાં અને ૧૧ અન્ય લોકો ઘાયલ થયા હતાં. સંગીત બેન્ડના સભ્યો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં એક કાર્યક્રમમાં પર્ફોર્મ કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે શિવપુરી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર નેશનલ હાઇવે 46 પર સવારે 6 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બસના ડ્રાઇવરે વ્હીલ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે બસ ખોટી લેનમાં ઘુસી હતી અને અથડાઈ ગઈ હતી. મૃતકોમાં હાર્દિક દવે (37), ગાયક રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (17) અને રાજેન્દ્ર સોલંકી (47)નો સમાવેશ થાય છે, જે બધા બેન્ડના સભ્યો હતાં.ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ૧૭ લોકો સાથેની મીની બસના ડ્રાઇવરને થાકના કારણે ઊંઘ આવી ગઈ હતી
