અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી વર્ષે મધ્યસત્ર ચૂંટણી પહેલા દેશમાં ઇ-મેઇલ મતદાન અને વોટિંગ મશીન પર ટાર્ગેટ કરતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવાની સોમવારે જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હું મેઇલ-ઇન બેલેટ્સથી છુટકારો મેળવવા માટે એક ચળવળનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છું. આ ઉપરાંત ખૂબ જ ખર્ચાળ અને વિવાદાસ્પદ વોટિંગ મશીનોને પણ ટાર્ગેટ બનાવીશ. અમે 2026ની મધ્યસત્ર ચૂંટણીઓમાં વિશ્વસનીયતા લાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને આ પ્રયાસ શરૂ કરીશું, જેનો ડેમોક્રેટ્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે કારણ કે તેઓ પહેલાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેટલી હદ ચીટિંગ કરે છે.
