યુકેની કોર્ટ ઓફ અપીલે 80 વર્ષીય બ્રિટીશ ભારતીય દાદા ભીમ કોહલીની હત્યા કરવા બદલ 15 વર્ષના કિશોરને આપેલી સાત વર્ષની સજાને સમર્થન આપ્યું છે, અને સજા બદલવા માટેના ફરિયાદી અને ડીફેન્સ લોયરના કોલને નકારી કાઢ્યો હતો.

લેડી જસ્ટિસ મેકર, જસ્ટિસ કટ્સ અને જસ્ટિસ મરેની બનેલી ત્રણ જજીસની પેનલે સોલિસિટર જનરલ લ્યુસી રિગ્બી કેસીની અપીલને ફગાવી દીધી હતી. સોલિસિટર જનરલે દ્વારા છોકરાની સજા સામે અપીલ કરવાની પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી. કિશોરના વકીલ, બલરાજ ભટિયા કેસીએ અપીલ કરી દાવો કર્યો હતો કે તે સજા “સ્પષ્ટપણે અતિશય છે.”

મૂળ પંજાબની કોહલી પર 1 સપ્ટેમ્બર 2024 ના રોજ લેસ્ટરશાયરના પાર્કમાં ક્રૂર હુમલો કરાતા મૃત્યુ થયું હતું. તે કિશોરને હત્યા બદલ નિર્દોષ જાહેર કરાયો હતો પરંતુ એપ્રિલમાં નરસંહાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને જૂનમાં સજા ફટકારી હતી. હુમલા દરમિયાન કોહલીને “પાકી” કહેતા તેની સજા વંશીય ઉત્તેજના માટે વધારવામાં આવી હતી.

લેડી જસ્ટિસ મેકુરે કહ્યું હતું કે “અમે સમજીએ છીએ કે 7 વર્ષની સજાથી માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ જનતાને પણ આઘાત લાગ્યો હતો. જો કે, ગંભીર ગુનાઓ માટે બાળકો અને યુવાનોને સજા ફટકારવી જટિલ છે. ઘણા લોકો સંપૂર્ણ રીતે વિકસિત નથી અને તેઓ પીડિતોને થતી પીડાને સમજી શકતા નથી. અમને સજા અતિશય હળવી લાગતી નથી.”

અપીલ કોર્ટના ચુકાદાનો અર્થ એ છે કે સાત વર્ષની કસ્ટોડિયલ સજા ચાલુ રહેશે અને કિશોરે તે ભોગવવી પડશે.

LEAVE A REPLY