એશિયન અમેરિકન્સ ફોર કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ (AACI) એ AACI કોમ્યુનિટી હેલ્થ સેન્ટર – મૂરપાર્ક ખાતે બેક-ટુ-સ્કૂલ હેલ્થ ફેરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ માટે પાર્કિંગ લોટને કોમ્યુનિટી વેલનેસ માટે એક જીવંત કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું જેમાં 1,000 થી વધુ સહભાગીઓ જોડાયા હતા. સ્થાનિક પરિવારોએ સાંસ્કૃતિક પ્રદર્શનનો આનંદ માણ્યો.
40 થી વધુ રિસોર્સ બૂથ પર માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જ્યારે બાળકોનું મફત મેડિકલ અને ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 550થી વધુ બેકપેક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. 60 થી વધુ બાળકોનું અર્બન બાર્બર કોલેજ તરફથી મફત હેરકટ્સ કરી આપવામાં આવ્યું હતું.
આ મેળામાં સ્થાનિક નેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
