પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અમેરિકાના “ટેન મોસ્ટ વોન્ટેડ ભાગેડુ”ની યાદીમાં સામેલ સિન્ડી રોડ્રિગ્ઝ સિંહની ભારતમાંથી ધરપકડ કરી હતી 40 વર્ષીય સિંહ, 2022માં તેના 6 વર્ષના પુત્ર નોએલ રોડ્રિગ્ઝ અલ્વારેઝની હત્યા માટે વોન્ટેડ હતી. તે કથિત રીતે માર્ચ 2023માં તેના બાળકની હત્યા સંબંધિત આરોપો પર કાર્યવાહીથી બચવા માટે અમેરિકામાંથી ભાગી ગઈ હતી.

આ મોટી સફળતા પર FBIના પ્રમુખ કાશ પટેલે ભારતીય અધિકારીઓની પણ પ્રશંસા કરી હતી. સિંહ સામે FBI વોરંટ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકની હત્યા મામલે ટેક્સાસ રાજ્યનું એક વોરંટ છે. આ મામલો 20 માર્ચ 2023ના રોજ સામે આવ્યો હતો. તે દરમિયાન ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની એક ટીમ સિંહના પુત્રની જાણકારી લેવા માટે ગઈ હતી. ખાસ વાત એ છે કે બાળક ઓક્ટોબર 2022થી ક્યાંય જોવા નહોતો મળ્યો.

22 માર્ચ, 2023ના રોજ સિંહ, તેનો પતિ અને 6 બાળકોએ ભારત માટે ઉડાન ભરી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે, ગુમ થયેલ બાળક ફ્લાઈટમાં નહોતું. ત્યારબાદ જુલાઈમાં સિંહને ભાગેડુંની યાદીમાં સામેલ કરાઈ હતી. 2 ઓક્ટોબર 2024એ સિંહ સામે ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરાઈ હતી.તે દરમિયાન પ્રત્યાર્પણ સંબંધિત દસ્તાવેજો ભારતને પણ આપવામાં આવ્યા હતા, જેના પછી તેમની ધરપકડ શક્ય બની શકી. કાશ પટેલે જણાવ્યું હતું કે .ટેક્સાસ, જ્યાંથી આ કેસની શરૂઆત થઈ, ત્યાંના સ્થાનિક ભાગીદારો, ન્યાય વિભાગ સાથે ભારતમાં અમારા ભાગીદારોનો આભાર.’

 

 

LEAVE A REPLY