અમદાવાદમાં, બુધવાર, 20 ઓગસ્ટ, 2025ના રોજ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થી દ્વારા હત્યા કરાઈ હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. (PTI Photo)

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની મુદ્દે ગુરુવાર, 21 ઓગસ્ટે પણ ઉગ્ર વિરોધી દેખાવો થયો હતો અને સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી. પોલીસે આશરે 5,00થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. ગુરુવારે એક ટોળાએ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના પરિસરમાં તોડફોડ કરી હતી અને તેના સ્ટાફને માર માર્યો હતાં. વિશ્વ હિન્દુ પરિષદે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બંધનું એલાન આપ્યું હતું. મણિનગર, ખોખરા અને ઈસનપુર વિસ્તારોમાં લગભગ 200 શાળાઓ બંધ રહી હતી

આ સ્કૂલમાં મંગળવારે મુસ્લિમ વિદ્યાર્થીએ એક સિંધિ વિદ્યાર્થીની ધારધાર હથિયારથી હત્યા કરી હતી. વિપક્ષ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે અધિકારીઓ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને સ્કૂલને બંધ કરવાની માંગ કરી હતી. સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પણ પ્લેકાર્ડ પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શાળાના પરિસરમાં ચોરી, ઝઘડા અને મારામારીના નિયમિત બનાવોનો આક્ષેપ કર્યો હતો.

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ શાળા બંધ કરાવવાની માંગણી સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યો હતો. શાળા પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ઘણા સભ્યોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થળ પર તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે તેમની અથડામણ થઈ હતી. .

 

LEAVE A REPLY