મોદી
(PTI Photo)

જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમીન ઝેઈટંગ (FAZ)એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ટેરિફ વિવાદની વચ્ચે તાજેતરના અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ચાર ફોન ફોનનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

જાપાનના એક અખબાર નિક્કી એશિયાએ પણ આવા જ દાવા કર્યા હતાં. તેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી ટ્રમ્પના ફોન કોલને ટાળી રહ્યાં છે, જેનાથી ટ્રમ્પની હતાશા વધી રહી છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પે ભારતીય માલ પરના ટેરિફને બમણા કરીને 50 ટકા કર્યા પછી નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે, આમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા વધારાની ડ્યુટીનો સમાવેશ થાય છે.ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે તે અમેરિકાના દબાણ સામે અડગ રહેવા તૈયાર છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે તેઓ દેશના ખેડૂતોના હિત સાથે “ક્યારેય સમાધાન” નહીં કરે.

જર્મન અખબારમાં જણાવ્યા મુજબ અમેરિકા-ભારત વેપાર સંઘર્ષ દર્શાવે છે કે નવી દિલ્હી વોશિંગ્ટનના દબાણ સામે ઝૂકશે નહીં. એવા સંકેતો છે કે મોદી અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યા છે. પીએમ મોદી ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર નથી, જે દર્શાવે છે કે વડાપ્રધાન યુએસ પ્રેસિડન્ટના પગલાંથી કેટલી હદે નારાજ છે.ખાસ કરીને પાકિસ્તાન સાથે સંબંધો વધારવાની યોજનાઓ અંગેના ટ્રમ્પના નિવેદનોને કારણે ભારતમાં ટ્રમ્પની છબી ખરડાઈ છે.

મે મહિનાથી, ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે તેમની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ બંધ થઈ હતી, જે દાવાને ભારત નકારે છે.

LEAVE A REPLY