ગણેશોત્સવનો
(ANI Photo)

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા’ ના મંત્રોથી સવારનું વાતાવરણ ગૂંજ્યું હતું.

સમૃદ્ધિના આશ્રયદાતા અને વિધ્નોનો નાશ કરનાર ભગવાનના સ્વાગત માટે સમગ્ર મુંબઈમાં ભવ્ય સજાવટ કરવામાં આવી હતી.મહારાષ્ટ્ર સરકારે પહેલી વાર ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે.આ દસ દિવસના ઉત્સવો દરમિયાન રાજ્ય સંસ્કૃતિ વિભાગ દ્વારા અનેક પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, ઉજવણીઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈની ગણેશ મંડળોની સર્વોચ્ચ સંકલન સંસ્થા, બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ તેના સભ્યોને ઉત્સવનું સુગમ અને શિસ્તબદ્ધ આયોજન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ૧૭,૬૦૦ પોલીસકર્મીઓ મહાનગરના રસ્તાઓ પર દેખરેખ રાખશે. ઘોડા પર સવાર પોલીસ યુનિટ, ડ્રોન, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ તેમની વિસ્તૃત તૈનાતીનો ભાગ છે.
આ ઉત્સવ દરમિયાન લાખો ભક્તો ‘લાલબાગચા રાજા’ જેવા કેટલાક લોકપ્રિય પંડાલોની મુલાકાત લેશે. આ વિસ્તારના અન્ય જાણીતા મંડળોમાં ચિંચપોકલી, ગણેશ ગલી અને તેજુકાયાનો સમાવેશ થાય છે.પુણેમાં, કેરળના પદ્મનાભસ્વામી મંદિરની થીમ પર આધારિત ‘શ્રીમંત દગડુ શેઠ ગણપતિ’ ની મૂર્તિને સુંદર રીતે શણગારેલા રથ દ્વારા મંડપમાં લઈ જવામાં આવી હતી.

મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવની ધુમ જોવા મળી રહી હતી. શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને હવે સતત દિસ દિવસ બાપાની ભક્તિ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણેશજીની સ્થાપના કરતાની સાથે જ સુરત ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સુરતમાં આ વર્ષે પણ 80 હજારથી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી હતી.

LEAVE A REPLY