અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે દેશભરમાં ‘હિંસક વિરોધ પ્રદર્શનો’ને સમર્થન આપવા બદલ બિલિયોનેર ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેક્સ સોરોસ પર રેકેટિયર ઇન્ફ્લુઅન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ (RICO) હેઠળ આરોપો ઘડવા જોઇએ.
અમેરિકાના પ્રેસિડેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જ્યોર્જ સોરોસ અને તેમના કટ્ટર ડાબેરી પુત્ર પર RICO હેઠળ આરોપ લગાવવો જોઈએ, કારણ કે તેઓ સમગ્ર અમેરિકામાં હિંસક વિરોધ પ્રદર્શનો અને બીજી ઘણી બાબતોને સમર્થન આપી રહ્યા છે. અમે આ પાગલોને અમેરિકાને વધુ તોડવા નહીં દઈએ. સોરોસ અને તેના મનોરોગીઓના જૂથે આપણા દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. તેમના ગ્રુપમાં તેમના વેસ્ટ કોસ્ટના પાગલ મિત્રોનો સમાવેશ થાય છે. સાવધ રહેજો. અમારી તમારા પર નજર છે.
ટ્રમ્પે તેમની પોસ્ટમાં રેકેટિયર ઇન્ફ્લુઅન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ (RICO)નો ઉલ્લેખ કર્યો હતો. આ ધારા હેઠળ સરકારે ઘણા માફિયાઓને જેલમાં ધકેલ્યા છે.
