ભારત અને કેનેડાએ ગુરુવાર, 28 ઓગસ્ટે એકબીજાની રાજધાનીઓમાં રાજદૂતોની નિમણૂક કરી હતી. આમ 2023માં એક શીખ અલગતાવાદીની હત્યા બંને દેશો વચ્ચે કથળેલા સંબંધોમાં સુધારો થઈ રહ્યા હોવાના સંકેત મળે છે.
ભારતે અનુભવી રાજદ્વારી દિનેશ કે પટનાયકને ઓટાવામાં આગામી હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે કેનેડાએ ક્રિસ્ટોફર કૂટરને નવી દિલ્હીમાં તેના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે.કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની સાથે વાતચીત કર્યાના બે મહિના પછી બંને દેશોએ આ હિલચાલ કરી હતી.
૧૯૯૦ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી પટનાયક હાલમાં સ્પેનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં આ નવો કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.
ઓટ્ટાવામાં, કેનેડાના વિદેશ પ્રધાન અનિતા આનંદે જાહેરાત કરી હતી કે કૂટર ભારતમાં આગામી હાઇ કમિશનર બનશે, જે પદ અગાઉ કેમેરોન મેકકે સંભાળતા હતા.નવા હાઈ કમિશનરની નિમણૂક ભારત સાથે રાજદ્વારી જોડાણને ગાઢ બનાવવા અને દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે કેનેડાના તબક્કાવાર અભિગમને પ્રતિબિંબિત કરે છે. આ નિમણૂક કેનેડાના અર્થતંત્રને ટેકો આપવા માટે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનું તથા કેનેડિયનો માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
