Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદની સેશન્સ કોર્ટે શુક્રવારે ગુજરાતના ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને અન્ય 12 લોકોને 2018ના બિટકોઈન ખંડણી કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટના જજ બી.બી. જાદવે કોટડિયા, પટેલ અને અન્ય લોકોને સુરત સ્થિત બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના ભાગીદારનું ગાંધીનગરથી અપહરણ કરવા અને તે સમયે 32 કરોડ રૂપિયાના મૂલ્યાના 200 બિટકોઈન પડાવવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારી હતી.કોટડિયાએ 2012થી 2017 દરમિયાન અમરેલીની ધારી બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.

આ કેસમાં કુલ ૧૫ આરોપીઓમાંથી કોર્ટે કોટડિયા સહિત ૧૪ લોકોને દોષિત ઠેરવ્યા હતાં, જ્યારે બિપિન પટેલ નામના એક વ્યક્તિને છોડી મૂકવામાં આવ્યો હતો. આરોપીઓને ૨૦૦ બિટકોઈન પડાવવાના કાવતરામાં સામેલ થવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતાં. આરોપીઓમાં અમરેલી પોલીસ દળના નવ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. નવ પોલીસકર્મીઓ એક અઠવાડિયામાં આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે.

બિલ્ડર શૈલેષ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે અમરેલીના પોલીસ કર્મચારીઓએ તેમનું અને તેમના બિઝનેસ પાર્ટનર કિરીટ પાલડિયાનું 9 ફેબ્રુઆરી, 2018ના રોજ ગાંધીનગરથી અપહરણ કર્યું હતું અને બિટકોઈનની ખંડણી લીધી હતી. કોટડિયા અને તત્કાલીન અમરેલી એસપી પટેલ તેમની અને પાલડિયા પાસેથી બિટકોઈન પડાવવાના કાવતરામાં સામેલ હતાં.

LEAVE A REPLY