પ્રતિનિધિત્વ
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ત્રણ વર્ષના કાર્યકાળ માટે ઇન્ટરનેશન મોનેટરી ફંડ (આઇએમએફ)માં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કરાયા હતા

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડૉ. ઉર્જિત પટેલની નિયુક્તિને મંજૂરી આપી હતી.. સરકારે મે મહિનામાં ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને તેમના કાર્યકાળના છ મહિના પહેલા જ આ પદ પરથી દૂર કર્યાના મહિનાઓ પછી આ નિમણૂક કરવામાં આવી હતી.

ડૉ. ઉર્જિત પટેલે વર્ષ 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી જેવો મોટા નિર્ણય લીધા હતાં. આ પછી તેમણે વ્યક્તિગત કારણોસર આરબીઆઇ ગવર્નરનું પદ છોડ્યું હતું.

આરબીઆઇ ગવર્નર બનતાં પહેલાં ડૉ. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી અને નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમો, સંદેશાવ્યવહાર અને માહિતી અધિકાર જેવા મુદ્દાઓ સંભાળ્યા હતાં.

ડૉ. ઉર્જિત પટેલે પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં અને પછી 1992માં નવી દિલ્હીમાં IMFના ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે ભારત આવ્યા હતાં અને 1998થી 2001 સુધી નાણા મંત્રાલયના સલાહકાર હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી જાહેર અને ખાનગી કંપનીઓમાં પણ મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે.

LEAVE A REPLY