ફેમિલી
(ANI Photo)

ઇન્ટરગ્લોબ એવિએશનના પ્રમોટર રાકેશ ગંગવાલ અને તેમના પરિવારના ટ્રસ્ટે ગુરુવારે અલગ બ્લોક ડીલ દ્વારા ઇન્ડિગોમાં 3.1 ટકા હિસ્સો ₹7,027.7 કરોડમાં વેચ્યો હતો.

જૂન-2025ના અંતે પ્રમોટરો અને પ્રમોટર ગ્રુપનો ઈન્ડિગોમાં કુલ 45.53 ટકા હિસ્સો હતો, જે પૈકી રાકેશ ગંગવાલ પરિવાર પાસે હવે 4.73 ટકા હિસ્સો રહ્યો છે. ફેમિલી એન્ટિટી ચિન્કરપૂ ફેમિલી ટ્રસ્ટ 3.08 ટકા હિસ્સો ધરાવે છે.
ગંગવાલ ફેમિલીએ પાંચ તબક્કામાં 9 ટકાથી વધુ હિસ્સો આ વર્ષે વેચ્યો છે જેનું મૂલ્ય અંદાજે રૂ.12,900 કરોડથી વધારે છે. છેલ્લે ગત મે મહિનામાં તેમણે 3.4 ટકા હિસ્સો બ્લોક ડીલથી વેચ્યો હતો, જેનું મૂલ્ય રૂ.6831 કરોડ હતું. ગંગવાલ ફેમિલીને હિસ્સો વેચવાની પ્રક્રિયામાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક્સ જેવી કે ગોલ્ડમેન સેશ, મોર્ગન સ્ટેન્લી, જેપી મોર્ગને કામગીરી કરી હતી.

ઈન્ડિગોનો Q1 નેટ પ્રોફિટ 20 ટકા ઘટીને રૂ.2176 કરોડ થયો હતો અને આવક 4.7 ટકા વધી હતી. ફ્યૂઅલ કોસ્ટ, કરન્સી લોસ, અને અન્ય પરિબળોને કારણે કંપનીનો નફો ઘટ્યો હતો. પોઝિટિવ બાબત એ રહી હતી કે પેસેન્જર લોડ ફેક્ટર 84.2 ટકા રહ્યું હતું અને ઓન-ટાઈમ પરફોર્મન્સ 87.1 ટકા રહ્યું હતું, જે ઈન્ડસ્ટ્રીના બેન્ચમાર્ક કરતાં વધારે હતા.

LEAVE A REPLY