
અબજોપતિ મુકેશ અંબાણીના પરિવારે અણધાર્યા સંજોગોને ટાંકીને ન્યૂ યોર્કમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ મુલતવી રાખ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ણ વેપાર સંબંધો વચ્ચે અંબાણી પરિવારે આ નિર્ણય કર્યો હતો.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ “ઇન્ડિયા વીકેન્ડ” પ્રોગ્રામ મુલતવી રાખવાના કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જે 12 સપ્ટેમ્બરે લિંકન સેન્ટર ખાતે ચાલુ થવાનો હતો. હતો. મુકેશ અંબાણીના પત્ની અને કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ નીતા અંબાણી મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને “ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન” નામનો શો યોજવાના હતા.
કલ્ચરલ સેન્ટરે જણાવ્યું હતું કે પ્રોગ્રામ રદ થયો નથી, પરંતુ મોકૂફ રખાયો છે. NMACCને પછીની તારીખે ન્યૂ યોર્ક લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ટિકિટ ખરીદનારાઓને રિફંડ મળશે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગયા અઠવાડિયે ભારતીય આયાત પરની ટેરિફને વધારીને 50% કરી હતી. યુએસ અધિકારીઓએ ભારત દ્વારા ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડની ખરીદીની ટીકા કરી હતી,મુકેશ અંબાણી દ્વારા નિયંત્રિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ચલાવે છે અને ભારતમાં રશિયન તેલની સૌથી મોટી ખરીદનાર છે.
