(Photo by -/AFP via Getty Images)

આઈપીએલમાં આ વર્ષે ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમની બેંગલુરૂમાં વિજયની ઉજવણી વખતે સ્ટેડિયમના દરવાજે થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 11 ક્રિકેટ ચાહકોના પરિવારોને દરેકને આરસીબીની ટીમે રૂ. 25 લાખની સહાયની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી.

આરસીબીની ટીમે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સહાય અમે નાણાંકિય મદદરૂપે નહીં પણ અમારા અનુકંપા, એકતા અને સતત સંભાળના વાયદાના પાલનરૂપે કરીએ છીએ. આઈપીએલ ફ્રેન્ચાઈઝે લાગણીસભર બની રહેવા જાહેરાત કરતી વેળાએ કહ્યું હતું કે, “ચોથી જુને અમે આરબીસી પરિવારના 11 સભ્યો ગુમાવ્યા હતા. તેઓ અમારા પરિવારનો જ એક હિસ્સો હતા. એવો હિસ્સો જે આપણા શહેરને, આપણા સમુદાયને તથા અમારી ટીમને વિશિષ્ટ બનાવે છે. તેમની અનુપસ્થિતિ અમારા સંસ્મરણોમાં સદાય ગુંજતી રહેશે.”

અગાઉ, પાંચમી જુને આરસીબીએ દરેક મૃતકના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY