ગયા વર્ષે અવસાન પામેલા બીજા વિશ્વયુદ્ધના બે ભૂતપૂર્વ સૈનિકો હવાલદાર મેજર રાજિંદર સિંહ ધટ્ટ MBE અને સાર્જન્ટ મોહમ્મદ હુસૈનનું લંડનમાં બુધવારે ‘માય ફેમિલી લેગસી’ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા ખાસ સ્મૃતિ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ‘માય ફેમિલી લેગસી’નો પણ પ્રારંભ કરાયો હતો જે વિશ્વયુદ્ધ દરમિયાન સાઉથ એશિયાઈ યોગદાન વિશે જાગૃતિ લાવવા અને ભવિષ્યની પેઢીઓ માટે તેમની વાર્તાઓ સાચવવાનો હેતુ ધરાવે છે.

બ્રિટિશ ફ્યુચર અને ઈસ્ટર્ન આઈ દ્વારા રોયલ બ્રિટિશ લીજનના સમર્થન સાથે આયોજિત આ કાર્યક્રમ મતદાન સાથે સુસંગત હતો જેમાં ખુલાસો થયો હતો કે અડધા બ્રિટન – અને 60% કરતા ઓછા બ્રિટિશ એશિયનો – બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ સેવા આપી હતી તે જાણતા નથી. શીખ, હિન્દુ અને મુસ્લિમો તે યુધ્ધોમાં લડ્યા હતા તે અંગેની જાગૃતિ પણ ઓછી છે. વધુ લોકોએ આ જ્ઞાન સામાજિક એકતામાં સુધારો કરી શકે તે આશયે કહ્યું હતું કે તેઓ આ બાબતે વધુ શીખવા માંગે છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના 2.5 મિલિયનથી વધુ સ્વયંસેવકોએ બીજા વિશ્વયુદ્ધમાં સેવા આપી હતી, જે ઇતિહાસની સૌથી મોટી સ્વયંસેવક સેના બની હતી. માય ફેમિલી લેગસી બ્રિટિશ એશિયન પરિવારોને સેવા આપનારા પૂર્વજોના ફોટોગ્રાફ્સ અને વાર્તાઓ શેર કરવા આમંત્રણ આપે છે, જેમાં યોગદાન એક સમર્પિત વેબસાઇટ પર અને રોયલ બ્રિટિશ લીજનના પ્રવાસી ફોરગોટન આર્મી પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું છે.

સુંદર કટવાલા, ગેઇલ વોલ્ટર્સ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારના સભ્યો સહિતના વક્તાઓએ બ્રિટનના ઇતિહાસની સંપૂર્ણ, સહિયારી સમજ બનાવવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે આ બલિદાનોને ઓળખવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

LEAVE A REPLY