યુકેની અગ્રણી હોટેલ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપની, અરોરા ગ્રુપે, બેંકો સેન્ટેન્ડરના વૈકલ્પિક રોકાણ વિભાગની રોકાણ શાખા દેવા કેપિટલ સાથે ભાગીદારીમાં, હેમરસ્મિથમાં નોવોટેલ લંડન વેસ્ટના સંપાદનની જાહેરાત કરી છે. આ સેન્ટ્રલ લંડનમાં આવેલી અરોરા ગ્રુપની બીજી હોટેલ છે, જે રાજધાનીના સમૃદ્ધ મીટિંગ્સ અને ઇવેન્ટ્સ માર્કેટમાં તેની હાજરીને મજબૂત બનાવે છે.
આ સંપાદન અરોરા ગ્રુપના પોર્ટફોલિયોને 20થી વધુ હોટલોમાં વિસ્તૃત કરે છે, જે યુકે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. નોવોટેલ લંડન વેસ્ટમાં 630થી વધુ ગેસ્ટ રૂમ અને દેશની સૌથી મોટી કોન્ફરન્સ અને ઇવેન્ટ્સ સુવિધાઓમાંની એક છે, જે 33 ફ્લેક્સીબલ મીટિંગ સ્પેસમાં 3,000 જેટલા પ્રતિનિધિઓને સમાવી શકે છે. તેનું સ્થાન અને આધુનિક સુવિધાઓએ તેને પ્રોપેશનલ ટૂરીઝમ માટે એક મુખ્ય સ્થળ બનાવ્યું છે.
ગૃપના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન સુરિન્દર અરોરાએ જણાવ્યું હતું કે આ સંપાદન સેન્ટ્રલ લંડન અને મીટિંગ્સ અને ઇવેન્ટ્સ ક્ષેત્રે વિસ્તરણ પર કંપનીના વ્યૂહાત્મક ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. દેવા કેપિટલ સાથે ભાગીદારીમાં, અમે નોવોટેલ લંડન વેસ્ટને અરોરા પોર્ટફોલિયોમાં આવકારતા આનંદ અનુભવીએ છીએ. હોટેલનું અસાધારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારી વિકાસની વ્યૂહરચના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, અને અમે તેની સફળતા પર નિર્માણ કરવા આતુર છીએ.”
વધુ માહિતી માટે જુઓ www.thearoragroup.com
