બોલીવૂડ

બોલીવૂડના રેપર અને સિંગર બાદશાહનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો તેના ન્યૂજર્સીના કન્સર્ટનો હતો, જેમાં તેણે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક કરી હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા છે.આ અંગે બાદશાહે જમાવ્યું હતું કે, ‘હિપ હોપનું કામ જ હંમેશા સત્તામાં રહેલાં વિચિત્ર લોકોને ખુલ્લા પાડવાનું રહ્યું છે. એ યોગ્ય લાગ્યું – ભારત અને તેના લોકોને લાગુ પડતી કોઈ વાતને ઉજાગર કરવા માટે લાઇવ હ્યુમરનો ઉપયોગ કરવો એ યોગ્ય લાગ્યું.’ બાદશાહના વાયરલ વીડિયોમાં તે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું ગીત ‘તારીફાં’ ગાઈ રહ્યો છે અને અચાનક તે ગાવા લાગે છે, ‘કિન્નીયાં તારીફાં ચાહીદી તેનું’થી ‘કિન્નીયાં તારીફાં ચાહીદીયેં ટ્રમ્પ કો’. તેણે આ ગાતા જ ઓડિયન્સમાંથી ચીચીયારીઓ અને તાલીઓ ગૂંજી ઉઠી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાદશાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘મારી મજાક હંમેશા મૌલિક અને ત્વરીત જ હોય છે. જો કોઈ મુદ્દો મારા ધ્યાનમાં આવે છે અને તે મને કોઈ ક્ષણે મગજમાં આવે તો હું એનો ઉપયોગ કરી લઉં છું. આવી મૌલિકતાથી જ ઓડિયન્સ સાથે સાચું કનેક્શન બને છે. કોઈને સ્ક્રિપ્ટેડ શોમાં રસ હોતો નથી. હું મારા શોમાં આવી મોમેન્ટ્સ બનાવ્યા કરું છું. મને શોમાં ઘમી વખત શાયરીઓ કહેવી પણ ગમે છે. મારો ગોલ સાદો જ છે, જેથી ઓડિયન્સની દરેક વ્યક્તિને એવું લાગે કે તેમની લાગણીઓ કોઈ સાંભળે છે તેઓ પણ એક વિશાળ મુદ્દાનો ભાગ છે.’

 

LEAVE A REPLY