લાયસન્સ

અમેરિકામાં ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા સમગ્ર દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ નિયમો 70 અને તેથી વધુ ઉંમરના વાહન ચાલકોને લાગુ પડે છે. આ નવા નિયમો માર્ગ સલામતી સુધારવા માટે બનાવવામાં આવ્યા છે, જે મુજબ સીનિયર સિટિજન્સ તેમની સ્વતંત્રતા જાળવી શકશે. અધિકારીના જણાવ્યા મુજબ, ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો એવા સમયે જાહેર થઇ રહ્યા છે જ્યારે વૃદ્ધ અમેરિકનો ઉંમરના 80-90ના દસકામાં પણ વાહન ચલાવી રહ્યા છે. રિવરસાઇડ કાઉન્ટી ન્યૂઝ સોર્સના જણાવ્યા મુજબ, 65 વર્ષથી વધુ ઉંમરના 48 મિલિયનથી વધુ અમેરિકનો અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે, જે આવનારા વર્ષોમાં વધવાની સંભાવના છે. તાજેતરના એક સર્વેના તારણો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, વૃદ્ધત્વની કુદરતી અસરો જેવી ધીમી કાર્યવાહી, આંખની સમસ્યાઓ અને યાદશક્તિમાં ઘટાડો વગેરે ડ્રાઇવિંગની ક્ષમતાને અસર કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફક્ત ઉંમરના આધારે લાયસન્સ રદ્ કરાશે નહીં. તેના બદલે, નવા નિયમોમાં દરેક વાહન ચાલકની ક્ષમતાઓનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા માટે વિવિધ પરીક્ષાની જરૂર પડશે.

LEAVE A REPLY