પ્રતિક તસવીર (istockphoto)

ધ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) દ્વારા “ઇન્ડિયન મેડીસીનલ વીઝડમ – સ્ટ્રેટેજીસ ફોર મોડર્ન મેલેડીઝ” વિષય પર એક આકર્ષક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં પ્રાચીન અને આધુનિક મેડીસીનના નિષ્ણાતો, ઇન્ટેગ્રેટીવ હેલ્થકેર પ્રેક્ટિશનર્સ, સમુદાયના નેતાઓ અને વૈશ્વિક સહભાગીઓએ પારંપરિક જ્ઞાનને સમકાલીન તબીબી અભિગમો સાથે જોડવાની શ્રેષ્ઠ પદ્ધતિઓની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.

સાઉથ કેલિફોર્નીયાના અપર્ણા હાંડે દ્વારા સંચાલિત આ વેબિનારનો ઉદ્દેશ્ય વૈશ્વિક ડાયસ્પોરાની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને દર્શાવવાનો હતો કે કેવી રીતે ઇન્ટેગ્રેટીવ મેડિસીન નિવારક અને ઉપચારાત્મક વ્યૂહરચનાઓ વધારી શકે છે. ડૉ. થોમસ અબ્રાહમ અને પ્રમુખ પ્રકાશ શાહ સહિત GOPIO નેતાઓએ ડાયસ્પોરાની સંલગ્નતા અને શિક્ષણના સંગઠનના મિશન પર ભાર મૂક્યો હતો.

ટેનેસીના ડૉ. ઇન્દ્રનીલ બાસુ-રેએ ભાર મૂક્યો કે યોગ જેવી પ્રથાઓ વૈજ્ઞાનિક સમર્થન સાથે જીવનશૈલીમાં હસ્તક્ષેપ છે, જે સ્વસ્થ જીવન માટે આધુનિક મેડીસીનને પૂરક બનાવે છે.

LEAVE A REPLY