11-12 સપ્ટેમ્બરના રોજ સાઉથ કેરોલાઇનાના સોનેસ્ટા રિસોર્ટ હિલ્ટન હેડ આઇલેન્ડ ખાતે રોજ “ગાઇડીંગ લાઇટ – લીડીંગ વીથ સ્ટ્રેન્થ, શાઇનીંગ વીથ પરપઝ” શિષર્ક હેઠળ AAHOA ની ચોથી વાર્ષિક હરઓનરશીપ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રસંગે સમગ્ર અમેરિકામાંથી મહિલા હોટેલ માલિકો મહિલાઓની આગેવાની હેઠળના આ કાર્યક્રમમાં એકત્ર થયા હતા.
મહિલાઓને હોટેલ માલિકી અને નેતૃત્વમાં ઉન્નત અને સશક્ત બનાવવા માટે રચાયેલ આ કોન્ફરન્સમાં સસ્ટેઇનેબલ હોટેલ સંચાલન, માર્કેટિંગ અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવા અંગેના એજ્યુકેશનલ સેસન્સ સાથે, હોસ્પિટીલીટી ક્ષેત્રમાં મહિલાઓના વધતા પ્રભાવ અને તેમની સતત સફળતા પાછળના મજબૂત સમુદાયનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
AAHOA ના ચેરમેન કમલેશ (કે.પી.) પટેલે જણાવ્યું હતું કે “મહિલા હોટેલ માલિકો આજના હોલ્પિટીલીટી ઉદ્યોગમાં આવશ્યક શક્તિ છે. તેઓ કરોડો ડોલરના બિઝનેસીસનું નેતૃત્વ કરી રહ્યા છે, મજબૂત ટીમો બનાવી રહ્યા છે અને તેમના સમાજોમાં અર્થપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. HerOwnership જેવી કોન્ફરન્સીસ ફક્ત પ્રેરણા વિશે નથી – તે મહિલાઓને આ ઉદ્યોગમાં તેમના ભવિષ્યની માલિકી લેવા માટે સાધનો, જોડાણો અને આત્મવિશ્વાસથી સજ્જ કરવા વિશે છે.’’
હિલ્ટન હેડ આઇલેન્ડના મેયર એલન પેરીએ 11-12 સપ્ટેમ્બરને AAHOA HerOwnership Days તરીકે જાહેર કરીને ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. મેયર પેરીએ સ્વીકાર્યું હતું કે કોન્ફરન્સની થીમ “મહિલાઓને તેમના બિઝનેસીસ, સમાજ અને તેનાથી આગળ નેતૃત્વની ભૂમિકાઓમાં પગ મૂકવા માટે પ્રેરણા આપવાના મુખ્ય મિશનને પ્રતિબિંબિત કરે છે.”
ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ અને જેન્ડર બાયસના અગ્રણી નિષ્ણાત – મુખ્ય વક્તા એમી ડાયહલે કહ્યું હતું કે ‘’મહિલાઓ વર્કફોર્સમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે પરંતુ હોટેલ માલિકીની ભૂમિકાઓમાં 10 ટકાથી ઓછી સંખ્યા ધરાવે છે.”
AAHOA ના પ્રમુખ અને CEO લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે “આ જ કારણ છે કે અમે HerOwnershipની રચના કરી છે જેને પૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન, ઍક્સેસ અને નેટવર્ક પ્રદાન કરવા જરૂરી છે. આ કોન્ફરન્સ થકી અમે વધુ મહિલાઓને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે માલિકી અને નેતૃત્વમાં આગળ વધતા જોઈએ છીએ.”
AAHOA મહિલા હોટેલિયર્સ ડિરેક્ટર, ઇસ્ટર્ન વિભાગના પૂર્ણિમા પટેલે જણાવ્યું હતું કે “HerOwnership નો શ્રેષ્ઠ ભાગ એ છે કે તે વ્યવહારુ શિક્ષણને વાસ્તવિક જોડાણ સાથે મિશ્રિત કરે છે. અમે એક એવી સંસ્કૃતિ બનાવી રહ્યા છીએ જ્યાં મહિલાઓ નેતૃત્વ કરતી વખતે આગળ વધે છે, અને તે જ રીતે વાસ્તવિક પરિવર્તન આવે છે.”
AAHOA મહિલા હોટેલિયર્સ ડિરેક્ટર, વેસ્ટર્ન ડિવિઝનના આરતી પટેલે જણાવ્યું હતું કે “હર ઓનરશીપ એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ વાસ્તવિક માર્ગદર્શન અને સમુદાયના સમર્થન સાથે માલિકીનું અન્વેષણ કરી શકે છે.”
