ન્યૂ યોર્કમાં આવેલ ભારતના કોન્સ્યુલેટ જનરલે વલ્લભધામ મંદિર – ઓર્ગેનાઇઝેશન્સ, ન્યુઇંગ્ટન દ્વારા યોજાયેલા કનેક્ટિકટ નવરાત્રી ઉજવણીમાં ભાગ લીધો હતો, જેમાં 10,000થી વધુ મુલાકાતીઓ અને સંખ્યાબંધ નવા સ્ટોલ હોલ્ડર્સ જોડાયા હતા. “વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” (ODOP) પહેલ અને મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમનો લાભ લઈને, કોન્સ્યુલેટે ભારતીય રાજ્યોના સ્ટોલ હોલ્ડર્સને કાર્યક્રમમાં સામેલ કર્યા હતા. જેણે ઉત્સવને એક જીવંત વૈશ્વિક બજારમાં રૂપાંતરિત કર્યો હતો.
ન્યુઇંગ્ટન સીટીના સૌથી મોટા ઇન્ડોર રાસ-ગરબા કાર્યક્રમમાં બે દિગ્ગજ ગાયકો – અતુલ પુરોહિત અને ફાલ્ગુની પાઠક 10,000થી વધુ ખેલૈયાઓ અને કલા – સંસ્કૃતિ પ્રેમીઓને જોડવામાં સફળ રહ્યા હતા.
ઉપસ્થિત સૌએ ભારતીય કલા-કારીગરી અને ભોજનની વિવિધ શ્રેણીનો આનંદ માણ્યો હતો. વિવિધ સ્ટોલ્સ રજૂ કરાયા હતા. આ ઉત્સવે ભારતીય કલાકારો અને ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક ઇમર્સિવ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે તેના સમૃદ્ધ વ્યવસાયિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.
કોન્સ્યુલેટના અધિકારીઓએ ભારતીય કાકલા-કારીગરીની વૈશ્વિક પ્રશંસાને પ્રોત્સાહન આપવા, નાના વ્યવસાયોને ટેકો આપવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
